Vahali Dikri Yojana 2024: ગુજરાત સરકાર દ્વારા દીકરીઓ માટે અનેક યોજનાઓ બહાર પાડવામાં આવેલ છે. જે યોજનાઓ દ્વારા દીકરીઓનો વિકાસ થાય અને આગળ વધે તે માટે સરકાર હંમેશા આગળ રહી છે. મળતી માહિતી મુજબ જાણવા મળ્યું છે કે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા વ્હાલી દીકરી યોજના 2024 બહાર પાડવામાં આવી છે. આ યોજના દ્વારા સમાજમાં દીકરીઓના જન્મને પ્રોત્સાહન આપવા માટે તથા દીકરીના શિક્ષણમાં વધારો કરવા માટે બહાર પાડવામાં આવેલ છે.
આ યોજના દ્વારા જે પરિવારમાં દીકરી નો જન્મ થાય તેમને રાજ્ય સરકાર દ્વારા આર્થિક સહાય આપવામાં આવે છે. આ સહાય માં એક લાખ દસ હજાર રૂપિયા સુધીની સહાય આપવામાં આવે છે. આ યોજના નો મુખ્ય ઉદેશ છોકરીઓના જન્મ દરમાં સુધારો કરવાનો છે.
Vahali Dikari Yojana 2024
યોજનાનું નામ | વ્હાલી દીકરી યોજના 2024 |
લાભાર્થી | ગુજરાત ની દીકરીઓ |
યોજનાનો હેતુ | દીકરીઓનું જન્મપ્રમાણ વધારો કરવો, શિક્ષણનો વ્યાપ વધારવો, દીકરીઓનું બાળલગ્નો અટકાવવા વગેરે |
મળવા પાત્ર સહાય | 1,10,000/- રૂપિયા |
અરજી કરવાનો માધ્યમ | ઓફલાઈન |
સતાવાર વેબસાઈટ | wcd.gujarat.gov.in/ |
વ્હાલી દીકરી યોજના 2024નો હેતુ
આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય રાજ્યોની દીકરીઓને સામાજિક અને આર્થિક સ્થિરતા પ્રદાન કરવાનો અને તેમની શક્તિ અને સ્વતંત્રતાનો વિકાસ કરવાનો છે આ વ્યૂહ રચના કન્યાઓની સામાજિક આર્થિક સ્થિતિને મજબૂત બનાવશે જેનાથી રાજ્યોના લિંગ ગુણોતર અને છોકરીના જન્મદિવસે ઉપરાંત આ સિસ્ટમ હેઠળ આપવામાં આવતું નાણાકીય સહાયને કારણે છોકરીઓ કોઈપણ આર્થિક અવરોધ ભિન્ન તેમનું ઉચ્ચ શિક્ષણ પૂર્ણ કરી શકશે અને કોઈના પર નિર્ભર રહેશે નહીં જેનાથી તમને ડ્રોપ આઉટ દરમાં પણ ઘટાડો થશે
વ્હાલી દીકરી યોજનાનો લાભ લેવા માટેની પાત્રતા
આ યોજનાનો લાભ રાજ્યની તમામ પાત્રતા ધરાવતી દીકરીઓને મળશે. આ સિવાય પણ કેટલીક પાત્રતા નક્કી કરેલી છે. જે નીચે મુજબ છે.
- લાભાર્થી દીકરી ગુજરાતની નાગરિક હોવી જોઈએ.
- દીકરીનો જન્મ તારીખ:- 02/08/2019 ના રોજ કે ત્યારબાદ થયેલો હોવો જોઈએ.
- દંપતિના પ્રથમ ત્રણ સંતાનો પૈકી તમામ દીકરીને યોજનાનો લાભ મળશે.
- માતા-પિતાની સંયુકત વાર્ષિક આવક 2 લાખ કે તેથી ઓછી (ગ્રામ અને શહેરી બંને વિસ્તાર માટે) હોય તેમને લાભ મળશે.
- એકલ માતા-પિતાના કિસ્સામાંમાં કે પિતાની આવક ને ધ્યાન માં રકવા માં આવશે.
- માતા-પિતાની હયાતી ના હોય તેવી દીકરી માટે દાદા, દાદી, ભાઈ કે બહેન એ ગાર્ડિયન તરીકે લાભાર્થી દીકરી માટે અરજી કરી શકે છે.
- બાલલગ્ન પ્રતિબંધક અધિનિયમ ૨૦૦૬ ની જોગવાઈ મુજબ પુક્ત વયે લગ્ન કરેલ હોય તેવા દંપત્તિ ને આ યોજના નો લાભ મળી શકે છે.
વહાલી દીકરી યોજના ડોક્યુમેન્ટ લિસ્ટ
વ્હાલી દીકરી યોજનાનું ફોર્મ ભરવા માટે નીચે મુજબના ડોક્યુમેન્ટ અવશ્ય તમારી જોડે હોવા જરૂરી છે.
- દીકરી નું જન્મ પ્રમાણપત્ર
- ડોમિસાઇલ પ્રમાણપત્ર
- આવક પ્રમાણપત્ર
- રહેઠાણનું પ્રમાણ પત્ર
- માતા-પિતાના આધારકાર્ડ
- માતા–પિતાનું જન્મનું પ્રમાણપત્ર
- માતા-પિતાનું લગ્નની નોંધણીનું પ્રમાણપત્ર
- અરજદારના રેશનકાર્ડની નકલ.
- બેંક એકાઉન્ટ પાસબુક
વ્હાલી દીકરી યોજના અંતર્ગત મળવાપાત્ર સહાય
વ્હાલી દીકરી યોજના 2024 હેઠળ કુલ ત્રણ હપ્તામાં સહાય મળવા પાત્ર થશે જે નીચે મુજબની છે.
પ્રથમ હપ્તો:
- લાભાર્થી દીકરીઓને પ્રથમ ધોરણમાં પ્રવેશ વખતે રૂ. 4000/- મળવાપાત્ર થશે.
બીજો હપ્તો:
- લાભાર્થી દીકરી ધોરણ-9 માં પ્રવેશ વખતે રૂ. 6000/- મળવાપાત્ર થશે.
ત્રીજો હપ્તો:
દીકરી 18 વર્ષની ઉંમર થાય તેને ઉચ્ચ શિક્ષણ/લગ્ન સહાય તરીકે કુલ 100000/- (એક લાખ) સહાય મળવાપાત્ર થશે. પરંતુ દીકરીના બાળલગ્ન થયેલ ન હોવા જોઈએ.
બાઈક ખરીદવા માટે 45,000 રૂપિયા સબસીડી મળશે, અરજી ફોર્મ ભરવાના શરુ | Electric Bike Sahay Yojana 2024
વ્હાલી દીકરી યોજના માટે હેલ્પલાઇન નંબર
વ્હાલી દીકરી યોજના માટે કોઈ પણ સમસ્યા હોઈ તો હેલ્પલાઇન નંબર (HelpLine Number):- 079-232-57942 સંપર્ક કરી શકો છો.
વ્હાલી દીકરી યોજના 2024 ની ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?
વ્હાલી દીકરી યોજનાનો લાભ લેવા માટે અથવા ફોર્મ ભરવા માટે તમારે નીચે મુજબના પગલાં અનુસરવા પડશે.
- સૌપ્રથમ જો તમે ગ્રામ્ય વિસ્તારના હોય તો VCE પાસે જવું.
- જો લાભાર્થી દીકરી શહેરી વિસ્તારની હોય તો મામલતદાર કચેરીના “તાલુકા ઓપરેટર” અથવા “જન સેવા કેન્દ્ર” માં જઈને અરજી કરવાની રહેશે.
- લાભાર્થીની દીકરીના પિતા અથવા માતા દ્વારા નિયત નમૂનામાં વ્હાલી દીકરી યોજના ફોર્મ pdf ભરવાની આપવાનું રહેશે.
- તમામ ડોક્યુમેન્ટ ઓરીજનલ આપવાના રહેશે.
- ગ્રામ્ય VCE અને તાલુકા ઓપરેટર દ્વારા તમામ ડોક્યુમેન્ટ અને વાલી દિકરી યોજના નું ફોર્મ ચકાસણી કરશે.
- ત્યારબાદ VCE અથવા તાલુકા ઓપરેટર દ્વારા એમના ઓફિશીયલ લોગીન દ્વારા ઓનલાઈન અરજી કરી શકશે.
- છેલ્લે, તમને ઓનલાઈન ફોર્મ ભર્યાની પહોંચ આપશે, જેની નકલ સાચવીને રાખવાની રહેશે.
સતાવાર વેબસાઈટ |
વ્હાલી દીકરી યોજના પીડીએફ ફોર્મ |
FAQ:
વ્હાલી દીકરી યોજના શા માટે બનાવવામાં આવી છે?
આ દ્વારા દીકરીઓનું જન્મપ્રમાણ વધારો કરવો, દીકરીઓના શિક્ષણમાં ડ્રોપઆઉટ રેશિયો ઘટે તથા બાળ લગ્નો અટકે તે માટે બનાવવામાં આવી છે.
વ્હાલી દીકરી યોજનાનો લાભ એક દંપતિની કેટલી દીકરીઓ લઈ શકે?
દંપતિની પ્રથમ ત્રણ જીવિત સંતાનો પૈકીની તમામ દીકરીઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે.
શું વ્હાલી દીકરીની ઓનલાઈન અરજી કરી શકાય?
હા, નવા સુધારા ઠરાવ મુજબ વ્હાલી દીકરી યોજનાની ઓનલાઈન અરજી કરી શકાશે.
આ યોજના હેઠળ કેટલો લાભ મળશે છે?
દીકરીને કુલ ત્રણ હપ્તામાં કુલ 1,10,000/- (એક લાખ દસ હજાર રૂપિયા) ની સહાય મળવાપાત્ર થાય
વહાલી દીકરી યોજના ફોર્મ PDF ક્યાંથી મળશે?
આ યોજનાનું નામ ફોર્મ ઓનલાઈન Download કરી શકાય તથા જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી ખાતે મળશે.