ગુજરાતના તમામ ખેડૂતોને મળશે ટ્રેક્ટર ખરીદવા માટે રૂપિયા 60,000 સુધીની સહાય | Tractor Sahay Yojana 2024

Tractor Sahay Yojana 2024: ગુજરાત સરકાર ખેડૂતોની સાથે હર હંમેશ રહી છે તે ખેતી પ્રત્યેનો ખર્ચ ઘટાડવા માટે અને આવક બમણી કરવા માટે હંમેશા પ્રયત્નશીલ રહી છે. ખેડૂતો પણ ખેતી ક્ષેત્રે અવનવી પદ્ધતિઓ અને રીતો અપનાવી દેશ અને દુનિયામાં નવી દિશા આપી રહ્યા છે. આજે આપણે તેવી જ એક ખેડૂતલક્ષી યોજના ટ્રેક્ટર સહાય યોજના 2024 વિશે માહિતી મેળવીશું.

સરકાર દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવતી ખેડૂતલક્ષી યોજનાઓની ઘરે બેઠા ઓનલાઈન અરજી કરવા માટે ikhedut portal બનાવવામાં આવેલ છે, જેના દ્વારા તમે ઘરે બેઠા ઓનલાઈન અરજી પણ કરી શકો છો. જે અરજી કેવી રીતે કરવી તેની સંપૂર્ણ માહિતી આ લેખના અંતમાં આપેલી છે તો સંપૂર્ણ લેખ વાંચવા વિનંતી.

Tractor Sahay Yojana 2024

યોજનાનું નામ ટ્રેક્ટર સહાય યોજના 2024
વિભાગનું નામ કૃષિ અને સહકાર વિભાગ, ગુજરાત
યોજનાનો હેતુ ખેડૂતોને પાક ઉત્પાદન વધારવા માટે ટ્રેકટરની
ખરીદી પર સબસીડી
યોજનાના લાભાર્થી ગુજરાતના તમામ ખેડૂતો
મળવા પાત્ર સહાય રકમ: 01 નાના,સીમાંત,મહિલા,એસ.સી અને એસ.ટી ખેડૂતોને
કુલ ખર્ચના 50% અથવા 60,000/- બે માંથી જે ઓછું હોય તે
મળવા પાત્ર સહાય રકમ: 02 જનરલ અને અન્ય ખેડૂતોને કુલ ખર્ચના 40 % અથવા
45,000/- બે માંથી જે ઓછું હોય તે
સતાવાર વેબસાઈટ ikhedut.gujarat.gov.in/

ટ્રેક્ટર સહાય યોજનાનો હેતુ

આ યોજના 100% રાજ્ય સરકારથી ચાલતી યોજના છે. આ યોજના દ્વારા ખેડૂતોને ટ્રેક્ટર (20 PTO HP સુધી) ની ખરીદી પર સબસીડી આપવામાં આવશે. જેનાથી ખેતીમાં ઝડપથી કામગીરી કરી શકે.

ઓટો રીક્ષા અને લોડીંગ રીક્ષા પરિવહન યોજના 2024: સાધન ખરીદવા માટે 2 લાખની લોન મળશે | Auto And Loading Rickshaw Parivahan Yojana 2024

ટ્રેક્ટર સહાય યોજના માટે પાત્રતા અને માપદંડ

કૃષિ અને સહકાર વિભાગ દ્વારા ઈ – ખેડુત પોર્ટલ પર ટ્રેક્ટર સહાય યોજના માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલ છે. જેના માટે નીચે મુજબની પાત્રતા નક્કી કરેલી છે.

  • અરજદાર ગુજરાત રાજ્યનો રહેવાસી હોવો જોઈએ.
  • પોતાની જમીનની ખેતીમાં રોકાયેલા ખેડૂતો અથવા વન અધિકાર ધારકો લાભ માટે પાત્ર છે.
  • ટ્રેક્ટર સબસિડીના લાભો મેળવવા માટે Ikedut પોર્ટલ દ્વારા ઓનલાઈન અરજી ફરજિયાત છે.
  • કૃષિ વિભાગ દ્વારા પ્રમાણિત વિક્રેતાઓ જ ટ્રેક્ટર ખરીદતા ખેડૂતોને સબસિડીનો લાભ આપી શકે છે.

ટ્રેક્ટર સહાય યોજનામાં મળવાપાત્ર સહાય

ટ્રેકટર સહાય યોજના માટે સબસીડી નક્કી થયેલી છે. આ સહાય યોજના હેઠળ અરજદાર ખેડૂતોની જાતિ અને દરજ્જાના આધારે સબસીડી આપવામાં આવશે. જે નીચે મુજબ છે.

અનુસૂચિત જાતિ અનેઅનુસૂચિત જન જાતિના ખેડૂતો માટે : આ જ્ઞાતિના લાભાર્થીઓને ખર્ચનાં 50 % સુધી સહાય,
મહત્તમ રૂ.0.60 લાખ//એકમ સુધી મળવાપાત્ર થશે.

સામાન્ય અને અન્ય ખેડૂતો માટે: સામાન્ય ખેડુતને ખર્ચના 40 % મુજબ રૂ.0.45 લાખ/એકમદીઠ,
બે માંથી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર થશે.

ટ્રેક્ટર સહાય યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ

જો તમે આ યોજનાનો લાભ લેવા માંગો છો તો તમારા જોડે નીચે મુજબના ડોક્યુમેન્ટ હોવા આવશ્યક છે.

  • આધાર કાર્ડ
  • જમીન માલિકી ના દસ્તાવેજ
  • બેંક પાસબુક અને રદ થયેલ ચેક
  • જાતિ પ્રમાણપત્ર (જો લાગુ હોય તો)
  • વન અધિકાર પ્રમાણ પત્ર (જો લાગુ હોય તો)

ટ્રેક્ટર સહાય યોજના 2024 માટે ઓનલાઇન અરજી કેવી રીતે કરવી.

જો તમે પણ ટ્રેક્ટર સહાય યોજનાનો લાભ લેવા ઇચ્છતા હો તો આઇ ખેડૂત પોર્ટલ પરથી પણ ઘરે બેઠા ઓનલાઈન અરજી કરી શકો છો અથવા પોતાના ગ્રામ પંચાયત ખાતેથી પણ ઓનલાઇન અરજી કરાવી શકો છો. ઘરે બેઠા ઓનલાઈન અરજી કરવા માટે નીચે મુજબના પગલા અનુસરો.

  • આઈ ખેડૂતની ઓફિશિયલ વેબસાઈટ https://ikhedut.gujarat.gov.in/ ખોલવી.
  • આઈ Khedut Website ખોલ્યા બાદ “યોજના” પર ક્લિક કરવું.
  • યોજના પર ક્લિક કર્યા બાદ નંબર-1 પર આવેલી “બાગાયતી ની યોજનાઓ” ખોલવું.
  • “Bagayati ni yojana” ખોલ્યા બાદ જ્યાં ક્રમ નંબર-17 “ટ્રેક્ટર (20 PTO HP સુધી)” પર ક્લિક કરવું.
  • જેમાં “ટ્રેક્ટર 20 PTO HP” યોજનામાં “અરજી કરો” તેના પર Click કરીને આગળનું પેજ ખોલવાની રહેશે.
  • જો તમે રજીસ્ટર અરજદાર ખેડૂત છો? જેમાં જો તમે રજીસ્ટ્રેશન કરેલ હોય તો હા અને નથી કર્યું તો ના કરવાનું રહેશે.
  • ખેડૂતે રજીસ્ટ્રેશન કરેલ હોય તો આધારકાર્ડ નંબર અને મોબાઈલ નંબર નાખ્યા બાદ Captcha Image નાખીને અરજી કરવાની રહેશે.
  • લાભાર્થીએ i-khedut પર રજીસ્ટ્રેશન કરેલ નથી તો ‘ના’ સિલેકટ કરીને ઓનલાઈન અરજી કરવાની રહેશે.
  • ખેડૂતે સંપૂર્ણ માહિતી ભર્યા બાદ અરજી સેવ કરો એના પર ક્લિક કરવાનું રહેશે.
  • સંપૂર્ણ ચોક્ક્સાઈપૂર્વક વિગતો તપાસી અરજી કન્‍ફર્મ કરવાની રહેશે. એક વાર અરજી કન્‍ફર્મ થયા બાદ Application Number માં કોઈ સુધારો કે વધારો થશે નહિં તેની નોંધ લેવી.
  • ખેડૂત લાભાર્થીએ ઓનલાઈન અરજી કર્યા બાદ પોતાની અરજીના આધારે પ્રિ‍ન્‍ટ મેળવી શકશે.
ઓનલાઇન અરજી કરવા માટે અહીં ક્લિક કરો

FAQ: વારંવાર પૂછાતા પ્રશ્નો

ટ્રેક્ટર સહાય યોજનાનો મુખ્ય ઉદ્દેશ શું છે?

ખેડૂતોને પાક ઉત્પાદન વધારવા માટે ટ્રેક્ટર ખરીદી પર સબસીડી

ટ્રેક્ટર સહાય યોજનાના લાભાર્થી કોણ છે?

ટ્રેક્ટર સહાય યોજનાના લાભાર્થી ગુજરાતના તમામ ખેડૂતો છે.

ટ્રેક્ટર સહાય યોજનામાં કેટલી સબસીડી મળવા પાત્ર છે?

ગુજરાતના ખેડૂતોને આ યોજના હેઠળ અંદાજીત 50% અથવા 60,000/- બે માંથી જે ઓછું હોય તે મળવાપાત્ર થાય છે.

ટ્રેક્ટર યોજનામાં કેટલી ક્ષમતાનું ટ્રેક્ટર ખરીદવાનું હોય છે?

ખેડૂતોને આ યોજના હેઠળ 20 PTO HP સુધી ટ્રેક્ટરની ખરીદી કરવાની રહેશે.

My name is RB CHAUDHRY, I am the admin of KHEDUT YOJANA website. My aim is to provide good and accurate information to you through this website. Thank You For Visiting.

Sharing Is Caring:

Leave a Comment