PM Kusum Solar Yojana 2024 : નમસ્કાર મિત્રો, તાજેતરના યુગમાં વીજળી એ સૌથી મુખ્ય અને આવશ્યક જરૂરિયાત બની ગયી છે. વીજળીના વધતા જતા બીલથી છુટકારો અપાવવા માટે સરકાર દ્વારા નવી યોજના શરુ કરવામાં આવી છે જેનું નામ “PM Kusum Solar Yojana 2024” છે. સોલાર યોજના હેઠળ પોતાના ઘરે સોલાર પેનલ લગાવવા માટે સબસીડી આપવામાં આવે છે. આ યોજના હેઠળ વીજળીના બીલમાં ઘટાડો થાય છે. સોલાર યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય પ્રદુષણ માં ધટાડો તથા વીજળીના વધતા જતા બીલને ઘટાડવું છે.
પીએમ કુસુમ સોલાર યોજના 2024 | PM Kusum Solar Yojana 2024
PM Kusum Solar Yojana 2024 ની શરૂઆત ભારત સરકાર દ્વારા કરવામાં આવી છે. ભારતના દરેક નાગરિકો આ યોજનાનો લાભ મેળવી પોતાની છતો ઉમર સૌર પેનલ લગાવી મફત વીજળી મેળવી શકે છે. ભારત સરકાર દ્વારા આશરે 75,000 કરોડ રૂપિયા સોલાર પેનલ યોજના માટે ફાળવવામાં આવ્યા છે. જેમાં દરેક નાગરિકને 300 યુનિટ મફત વીજળી વપરાશ માટે મળશે. અગાઉ જે સોલાર માટે સબસીડી મળતી હતી એ આ વખતે વધારવામાં આવી છે. જેથી દરેક નાગરિક ખુબ ઓછા ખર્ચમાં સોલાર યોજનાનો લાભ મેળવી સોલાર સ્થાપિત કરી શકે છે.
પીએમ કુસુમ સોલાર યોજના 2024 હેઠળ મળતા લાભો
PM Kusum Solar Yojana 2024 હેઠળ દરેક નાગરિકને 1 કિલો સોલાર વોટ પર 30,000 રૂપિયા સબસીડી મળશે. અને 2 કિલો સોલાર વોટ પર 60,000 રૂપિયા સબસીડી મળશે. તથા 3 થી 10 કિલો વોટ પર ૭૮,000 રૂપિયા સબસીડી મળવાપાત્ર છે. મિત્રો, સોલાર યોજના હેઠળ દેશની પ્રમુખ બેંકો પાસેથી લોન દ્વારા સોલાર સિસ્ટમ સ્થાપિત કરીને મફત વીજળીનો લાભ લઈ શકો છો.
પીએમ કુસુમ સોલાર યોજના માટે લોન આપતી બેંકો
- પંજાબ નેશનલ બેંક: PNB (પંજાબ નેશનલ બેંક) 10 કિલો સોલાર વોટ માટે લોન પૂરી પાડે છે. આ બેંક દ્વારા દરેક નાગરિકને મહત્તમ 6 લાખ રૂપિયાની લોન ઓફર કરવામાં આવે છે. અને લોન અરજી રજિસ્ટર્ડ વિક્રેતા અથવા કોન્ટ્રાક્ટર દ્વારા કરવી આવશ્યક છે.
- સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા: સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા 3 કિલો સોલાર વોટ માટે લોન પ્રદાન કરે છે. આ બેંક દ્વારા દરેક નાગરિકને મહત્તમ 6 લાખ રૂપિયાની લોન ઓફર કરવામાં આવે છે. જેના માટે રજિસ્ટર્ડ વિક્રેતા અથવા કોન્ટ્રાક્ટર દ્વારા અરજી કરવી આવશ્યક છે.
- સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા: SBI (સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા) 3 કિલોવોટ સુધીની સોલાર સિસ્ટમ સ્થાપિત કરવા માટે લોન પૂરી પાડે છે. આ બેંક મહત્તમ ₹2 લાખની લોન પૂરી પાડે છે અને સબસિડી સહિત લોનની રકમ વિક્રેતાના લોન ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે.
મિત્રો, પીએમ સોલાર યોજના હેઠળ નાગરિકોને વીજળીના બિલમાંથી રાહત આપવા માટે સબસીડી પ્રદાન કરવામાં આવે છે. જેથી લોકો પોતાના ઘરોની છતો ઉપર સોલાર પેનલ લગાવી મફત વીજળી મેળવી શકે છે. સોલાર પેનલ લગાવવા માટે બેંકો પાસેથી લોન મેળવવી આવશ્યક છે.
Ikhedut Pashupalan Loan Yojana 2024: આઈ ખેડૂત પશુપાલન લોન યોજના 2024, 10 લાખ રૂપિયા સુધીની લોન મેળવો