MGNREGA Pashu Shed Yojana Gujarat 2024 : નમસ્કાર મિત્રો, ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોના હિત માટે નવી યોજના શરુ કરવામાં આવી છે. આ યોજનાનું નામ “MGNREGA Pashu Shed” છે. આ યોજના અંતર્ગત પશુપાલકોને પશુ શેડ બનાવવા માટે આર્થિક સહાય પેટે રૂપિયા 80,000 મળશે. મનરેગા પશુ શેડ યોજના હેઠળ પશુપાલકો પોતાની જમીન ઉપર પશુઘર અથવા અન્ય પ્રાણીઓ માટે શેડ જેવું બાંધકામ કરી શકે છે.
MGNREGA Pashu Shed Yojana Gujarat 2024 નો લાભ મેળવવા માટે અરજદારે નીચે જણાવેલ પાત્રતા અને જરૂરી દસ્તાવેજોને અનુસરવું અનિવાર્ય છે. મિત્રો, આ લેખમાં અમે તમને મનરેગા પશુ શેડ યોજના માટે ઓનલાઈન અરજી ફોર્મ કઈ રીતે ભરવું જેવી તમામ માહિતી પ્રદાન કરીશું તો અમારી તમને વિનંતી છે કે આ લેખને અંત સુધી વાંચવો.
MGNREGA Pashu Shed Yojana Gujarat 2024
યોજના | મનરેગા પશુ શેડ યોજના |
લાભ | પશુ શેડ બનાવવા માટે 80,000 રૂપિયાની સહાય |
લાભાર્થી | પશુપાલકો |
પાત્રતા | અરજદાર પાસે પોતાની જમીન હોવી જોઈએ |
યોજના પ્રકાર | સરકારી યોજના |
ઓફિસીયલ વેબસાઈટ | અહી ક્લિક કરો |
Ikhedut Pashupalan Loan Yojana 2024: આઈ ખેડૂત પશુપાલન લોન યોજના 2024, 10 લાખ રૂપિયા સુધીની લોન મેળવો
મનરેગા પશુ શેડ યોજના માટે પાત્રતા માપદંડ
મિત્રો, જો તમે પણ મનરેગા પશુ શેડ યોજનાનો લાભ મેળવાવા ઈચ્છિત હોવ તો નીચેની અમુક પત્રતાઓને અનુસરવી અનિવાર્ય છે.
- અરજદાર મૂળ ગુજરાત રાજ્યનો રહેવાસી હોવો જોઈએ.
- અરજદારની ઉમર 18 વર્ષ કરતા વધુ હોવી જોઈએ.
- અરજદાર પાસે પોતાની જમીન હોવી જોઈએ.
- અરજદાર પાસે ત્રણ અથવા ત્રણ કરતા વધુ પશુ હોવા જોઈએ. ( જો પશુઓની સંખ્યા ત્રણ અથવા છ કરતા વધુ હશે તો અરજદારને 1 લાખ 60 સુધીની સહાય મળશે )
- અરજદાર પાસે પોતાનું બેંક ખાતું હોવું જોઈએ.
મનરેગા પશુ શેડ યોજના માટે જરૂરી દસ્તાવેજ
મનરેગા પશુ શેડ યોજના માટે ઓનલાઈન અરજી ફોર્મ ભરવા માટે અરજદાર પાસે નીચેના દસ્તાવેજ હોવા જોઈએ.
- અરજદારનું આધાર કાર્ડ
- અરજદારનું બેંક ખાતા પાસબુક ( અરજદારનું બેંક ખાતું આધાર કાર્ડ સાથે લિંક હોવું જોઈએ )
- અરજદારનો મોબાઈલ નંબર
- યોજના ફોર્મ
- પાસપોર્ટ ફોટા
MGNREGA Pashu Shed Yojana Gujarat 2024 માટે ઓનલાઈન અરજી ફોર્મ કઈ રીતે ભરવું?
મિત્રો, તમે પણ MGNREGA Pashu Shed Yojana Gujarat 2024 માટે ઓનલાઈન અરજી ફોર્મ ભરવા માંગો છો તો નીચેના પગલાઓને સ્ટેપ બાય સ્ટેપ અનુસરો.
ઓફલાઈન પ્રક્રિયા:
પગલું 1: સૌ પ્રથમ નજીકની બેંક શાખામાં જાઓ અને અરજી ફોર્મ મેળવો.
પગલું 2: ત્યાર બાદ, ફોર્મમાં જણાવેલ તમામ વિગતો કાળજીપૂર્વક ભરો.
પગલું 3: હવે, તમામ જરૂરી દસ્તાવેજ જોડો.
પગલું 4: સંપૂર્ણ ફોર્મની માહિતીની ચકાસણી કરીલો.
પગલું 5: અંતે, તમારું ફોર્મ બેંક શાખના સંબંધિત અધિકારી પાસે સબમિટ કરો.
નોધ: ફોર્મ સબમિટ કર્યા બાદ, બેંક શાખા બાદ તેની સમીક્ષા કરવામાં આવશે. જો બધી માહિતી સાચી હશે તો તમને નાણાકીય સહાય આપવામાં આવશે. નાણાકીય સહાય મેળવ્યા પછી, તમે પશુ શેડ બનાવવાનું કામ શરૂ કરી શકો છો અને આનાથી તમારા પશુપાલન કાર્યમાં સુધારો થશે અને તમારી આવકમાં પણ વધારો થશે.
ઓનલાઈન પ્રક્રિયા:
પગલું 1: સૌ પ્રથમ Google માં સત્તાવાર વેબસાઈટ સર્ચ કરો.
પગલું 2: ત્યાર બાદ, યોજના વિકલ્પ પર ક્લિક કરી ” મનરેગા પશુ શેડ યોજના” પસંદ કરો.
પગલું 3: નવું અરજી ફોર્મ ખુલશે જેમાં તમામ માહિતી દાખલ કરો.
પગલું 4: તમામ માંગ્ય મુજબ જરૂરી દસ્તાવેજ અપલોડ કરો.
પગલું 5: એક વાર ફોર્મની ચકાસણી કરી સબમિટ બટન પર ક્લિક કરો.
પગલું 6: ફોર્મ પ્રિન્ટ ડાઉનલોડ કરો.
નોધ: તમારું ફોર્મ સબમિટ થયા બાદ, ઓનલાઈન ફોર્મ ચકાસણી થશે. સંપૂર્ણ તપાસ પૂર્ણ થયા બાદ, યાદીમાં તમારું નામ એડ કરવામાં આવશે. ત્યાર બાદ, તમારા બેંક ખાતામાં રકમ જમા થશે.
મનરેગા પશુ શેડ યોજનાનો લાભ ક્યાં ખેડૂતોને મળશે?
મિત્રો, મનરેગા પશુ શેડ યોજનાનો લાભ માત્ર એવા ખેડૂતોને મળશે જેમનું ભરણપોષણ માત્ર પશુપાલન ઉપર નિર્ભર હોય. જે પશુપાલકોની પાસે ત્રણ કરતા વધુ પશુ હોય તેમને આ યોજનાનો લાભ મળશે. જો પશુઓની સંખ્યા ત્રણ અથવા છ કરતા વધુ હશે તો અરજદારને 1 લાખ 60 સુધીની સહાય મળશે અથવા જે પશુપાલકો પાસે ચાર પશુ હશે તેમને 1 લાખ 16 હાજર સુધી સહાય મળશે. પશુપાલકો આ યોજનાનો લાભ બેંક શાખાની મુલાકાત લઇ શકે છે. અથવા સત્તાવાર વેબસાઈટ દ્વારા ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકે છે.
FAQs – MGNREGA Pashu Shed Yojana Gujarat 2024
મનરેગા પશુ શેડ યોજનાનો લાભ કોને મળશે?
મનરેગા પશુ શેડ યોજનાનો લાભ પશુપાલકો જેમની પાસે ત્રણ કરતા વધુ પશુ હોય તેમને મળશે.
મનરેગા પશુ શેડ યોજના હેઠળ કેટલી સહાય મળે છે?
મનરેગા પશુ શેડ યોજના હેઠળ 80,000 થી 1 લાખ 60 હજાર સુધીની સહાય મળે છે.
મનરેગા પશુ શેડ યોજનાનો લાભ કઈ રીતે મેળવવો?
મનરેગા પશુ શેડ યોજનાનો લાભ બેંક શાખાની મુલાકાત લઇ મેળવી શકો છો.