HDFC Parivartan Scholarship 2024 : વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે HDFC બેંક દ્વારા પરિવર્તન શિષ્યવૃત્તિ યોજના શરુ કરવામાં આવી છે. જેમાં આર્થિક રીતે નબળા વર્ગના બાળકોને અભ્યાસ માટે આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે. પરિવર્તન શિષ્યવૃત્તિ હેઠળ ધોરણ 1 થી ગ્રેજ્યુએટ સુધી અભ્યાસ કરતા બાળકો તથા ઉમેદવારોને વાર્ષિક 75,000 રૂપિયા શિષ્યવૃત્તિ મળવાપાત્ર છે. પરિવર્તન શિષ્યવૃત્તિ વિશેની વધુ માહિતી માટે સંપૂર્ણ લેખ વાંચો.
HDFC પરિવર્તન શિષ્યવૃત્તિ યોજના | HDFC Parivartan Scholarship 2024
HDFC બેંક દ્વારા આર્થિક રીતે નબળા પરિવારમાં વસવાટ કરતા વિદ્યાર્થીઓને અભ્યાસમાં પ્રોત્સાહન આપવા માટે વર્ષ દર વર્ષ આર્થિક સહાય આપવામાં આવે છે. જેમાં 15,000 થી શરુ કરીને 75,000 સુધીની શિષ્યવૃત્તિ મળવાપાત્ર છે. શિષ્યવૃતિની રકમ અરજદાર વિદ્યાર્થીના વર્ગ પ્રમાણે નક્કી કરવામાં આવે છે.
લેખ | HDFC પરિવર્તન શિષ્યવૃત્તિ યોજના |
બેંક | HDFC |
મળવાપાત્ર સહાય | 15,000 થી 75,000 રૂપિયા વાર્ષિક |
લાભાર્થી | ધોરણ 1 થી ગ્રેજ્યુએટ સુધીના વિદ્યાર્થીઓ |
યોજના પ્રકાર | સરકારી યોજના |
સત્તાવાર વેબસાઈટ | https://www.hdfcbankecss.com/ |
HDFC પરિવર્તન શિષ્યવૃત્તિ યોજના હેઠળ કેટલી સહાય મળે છે?
મિત્રો, HDFC પરિવર્તન શિષ્યવૃત્તિ યોજના હેઠળ અરજદાર વિદ્યાર્થીના વર્ગ પ્રમાણે સહાય પ્રદાન કરવામાં આવે છે, જેની માહિતી નીચે મુજબ છે.
ધોરણ 1 થી 6 ના વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિ
HDFC પરિવર્તન શિષ્યવૃત્તિ યોજના દ્વારા ધોરણ 1 થી 6 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને વાર્ષિક 15,000 રૂપિયા શિષ્યવૃત્તિ મળવાપાત્ર છે. વાર્ષિક શિષ્યવૃત્તિ નો લાભ BPL કાર્ડ ધારકોને જ મળશે.
ધોરણ 7 થી 12 ના વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિ
ધોરણ 7 થી 12 માં અભ્યાસ કરી રહેલ વિદ્યાર્થીઓને HDFC પરિવર્તન શિષ્યવૃત્તિ યોજના દ્વારા 18,000 રૂપિયા શિષ્યવૃત્તિ મળવાપાત્ર છે. જેમાં બાળકના કુટુંબી વાર્ષિક આવક 2 લાખ 50 હજાર કરતા ઓછી હોવી જોઈએ તથા બાળક BPL કાર્ડ ધારક હોવો જોઈએ.
ગ્રેજ્યુએટ ના વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિ
ધોરણ 12 પાસ પછી કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે HDFC પરિવર્તન શિષ્યવૃત્તિ યોજના હેઠળ 18,000 રૂપિયા શિષ્યવૃત્તિ મળવાપાત્ર છે. પણ આ શિષ્યવૃત્તિ માત્ર 55 % કરતા વધુ ગુણ મેળવી ધોરણ 12 પાસ કરેલ ઉમેદવારોને જ મળશે. તથા અનુસ્નાતક વિદ્યાર્થીઓ જેમને 55 % થી વધુ ગુણ મેળવી ધોરણ 12 પાસ કરેલ હોય તેમને 35,000 રૂપિયા શિષ્યવૃત્તિ મળવાપાત્ર છે. જયારે એન્જિનિયરિંગ, કોમ્પ્યુટર વગેરેને લગતા અભ્યાસક્રમો માં અભ્યાસ કરી રહેલ વિદ્યાર્થીઓને 75,000 રૂપિયા શિષ્યવૃત્તિ મળવાપાત્ર છે.
HDFC પરિવર્તન શિષ્યવૃત્તિ યોજના માટે પાત્રતા
- BPL અને EWS વર્ગના વિદ્યાર્થીઓને યોજનાનો લાભ મળશે.
- ચાલુ ધોરણમાં શિષ્યવૃત્તિ મેળવવા અગાઉના ધોરણમાં 55 % ગુણ મેળવેલ હોવા જોઈએ.
- RTE હેઠળ અભ્યાસ કરી રહેલ વિદ્યાર્થીઓ આ યોજના માટે પાત્ર ગણવામાં આવતા નથી.
Kuvarbai Nu Mameru Yojana 2024: જરૂરિયાતમંદ કન્યાઓને મળશે રૂપિયા 12,000 ની સહાય, જાણો વિગતવાર માહિતી